ફ્રાંસ: આતંકી હુમલાનો ભોગ બનેલી મહિલાએ મૃત્યુ પહેલા જે કહ્યું... જાણીને ભાવુક થઈ જશો
ગુરુવારે ફ્રાન્સ (France) ના નીસ (Nice) શહેરના એક ચર્ચ પાસે થયેલા આતંકી હુમલામાં ત્રણ લોકોના મોત થયા બાદ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેમનો દેશ ધાર્મિક કટ્ટરપંથીઓ વિરુદ્ધ મજબૂતાઈથી ઊભો રહેશે. રાષ્ટ્રપતિએ દેશમાં બીજીવાર થયેલા આ હુમલાને ઈસ્લામિક આતંક ગણાવતા કહ્યું કે ફ્રાન્સ પોતાના મૂલ્યોથી ક્યારેય હાર નહીં માને.
નીસ: ગુરુવારે ફ્રાન્સ (France) ના નીસ (Nice) શહેરના એક ચર્ચ પાસે થયેલા આતંકી હુમલામાં ત્રણ લોકોના મોત થયા બાદ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેમનો દેશ ધાર્મિક કટ્ટરપંથીઓ વિરુદ્ધ મજબૂતાઈથી ઊભો રહેશે. રાષ્ટ્રપતિએ દેશમાં બીજીવાર થયેલા આ હુમલાને ઈસ્લામિક આતંક ગણાવતા કહ્યું કે ફ્રાન્સ પોતાના મૂલ્યોથી ક્યારેય હાર નહીં માને.
World war 3: નોસ્ટ્રાડેમસનો સંકેત, ખ્રિસ્તી-ઈસ્લામના સંઘર્ષથી વિશ્વયુદ્ધનું જોખમ
નીસ શહેરના ચર્ચ નોટ્રેડેમ બેસિલિકામાં ગુરુવારે એક પ્રવાસીએ 30 સેન્ટીમીટરના ચાકૂથી ત્યાં હાજર લોકોને નિશાન બનાવ્યા. આ હુમલામાં એક 60 વર્ષની મહિલાની સાથે સાથે 55 વર્ષના એક ચર્ચકર્મીનું પણ આતંકીએ ગળું ચીરીને હત્યા કરી નાખી. એક 44 વર્ષની મહિલા હુમલામાં ઘાયલ થઈ અને ભાગીને એક રેસ્ટોરામાં ઘૂસી પણ તે પોતાની જાતને બચાવી શકી નહી. આતંકીએ તેને પણ નિશાન બનાવી અને તે ગંભીર રીતે ઘાયલ થઈ.
ફ્રાન્સમાં આતંકી હુમલા બાદ European Council એ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
ફ્રેન્ચ કેબલ ચેનલ BFM TV ના જણાવ્યાં મુજબ મરતા પહેલા મહિલાએ કહ્યું કે 'મારા બાળકોને કહેજો. હું તેમને ખુબ પ્રેમ કરું છું.'
મલેશિયાના પૂર્વ PM એ ફ્રાન્સ વિરુદ્ધ આપ્યું ભડકાઉ નિવેદન, ટ્વિટરે તાબડતોબ કરી કાર્યવાહી
અત્રે જણાવવાનું કે હુમલાખોરની ઓળખ 21 વર્ષના બ્રાહિમ ઓઈસ્સોઈ તરીકે થઈ છે. જે ગત મહિને ઈટાલી આવ્યા બાદ ત્યાંથી ફ્રાન્સ આવ્યો હતો. બ્રાહિમની પાસે કુરાનની એક કોપી હતી અને તેની સાથે ત્રણ ચાકૂ પણ હતા. જ્યારે પોલીસે તેના પર ગોળી ચલાવી તો ત્યારે તેણે ધાર્મિક નારા લગાવ્યા હતાં.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube